ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે હવે રોહિત શર્માની પ્રશંસા કરી છે અને તે કેવા પ્રકારના કેપ્ટન છે તે અંગે પણ મોટું નિવેદન આપ્યું છે. દ્રવિડે ૨૦૨૧ ના અંતમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને ભારતીય ટીમે ૨૦૨૪ માં ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી, દ્રવિડે આ પદ છોડી દીધું હતું. હવે રાહુલ દ્રવિડે પોતાની યુટ્યુબ ચેનલ પર કુટ્ટી સ્ટોરીઝ પર ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વીન સાથે વાત કરતા રોહિત શર્મા સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે જણાવ્યું.
રોહિત એક એવો નેતા છે જે ટીમ માટે જીવે છે રાહુલ દ્રવિડે રોહિત શર્મા વિશે પોતાના નિવેદનમાં કહ્યું કે તે ટીમ માટે જીવે છે. રોહિતની વિચારસરણી પહેલા દિવસથી જ સ્પષ્ટ હતી જેમાં તે જાણતો હતો કે તે ટીમને કઈ દિશામાં આગળ લઈ જવા માંગે છે. તેની સ્પષ્ટતાને કારણે, મારા માટે તેની સાથે સંકલન કરવું મુશ્કેલ નહોતું. રોહિત ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સકારાત્મક રાખવા પર ઘણો ભાર મૂકતો હતો. હું હંમેશા વિચારતો હતો કે ટીમે કેપ્ટનના હિસાબે આગળ વધવું જાઈએ અને કોચનું કામ તેને ટેકો આપવાનું છે. અનુભવ રોહિત શર્માની સૌથી મોટી તાકાત છે
કુટ્ટી સ્ટોરીઝ પર અશ્વીન સાથે વાત કરતી વખતે, રાહુલ દ્રવિડે રોહિત શર્મા વિશે આગળ કહ્યું કે તેની પાસે ઘણો અનુભવ છે જે રોહિતની સૌથી મોટી તાકાત પણ છે, આવી સ્થિતિમાં, તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં અથવા મોટી ટુર્નામેન્ટમાં પોતાને શાંત રાખવામાં સફળ રહે છે. રોહિતે પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે ટીમનું વાતાવરણ એવું હોવું જાઈએ જ્યાં ખેલાડીઓ મુક્તપણે રમી શકે અને તેમને કોઈપણ પ્રકારનું દબાણ ન લાગે. તમને જણાવી દઈએ કે ૨૦૨૪ ના ટી ૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ, રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું.