ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યપાલના સંબોધન પર ચાલી રહેલી ચર્ચામાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાના ભૂતકાળના અનુભવો અને ગૃહમાં હાલની જવાબદારી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતું એક મહત્વનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે સ્વીકાર્યું હતું કે બહાર રહીને વિરોધ કરવો અને ગૃહમાં રહીને પ્રશ્નો ઉકેલવા એ બંનેમાં મોટું અંતર છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ચર્ચા દરમિયાન સ્વયં અને અન્ય યુવા નેતાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં મેં, ગોપાલ ઈટાલિયા અને જિગ્નેશ મેવાણીએ રોડ-રસ્તા પર ઉતરીને ખૂબ વિરોધ પ્રદર્શનો કર્યા છે અને માગણીઓ કરી છે. રોડ પર ઊભા રહીને વિરોધ કરવો કે માગણીઓ મૂકવી એ કામ ખૂબ સહેલું છે.” હાર્દિકે આ નિવેદનને તેમના રાજકીય પરિવર્તનના એક પરિપક્વ વળાંક તરીકે જાવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે સ્વીકાર્યું કે રસ્તા પરની બૂમરાણ કરતાં સત્તાવાર રીતે પ્રશ્નો રજૂ કરવા વધુ પડકારજનક છે.
ધારાસભ્ય તરીકેના પોતાના અનુભવ વિશે વાત કરતા હાર્દિક પટેલે જણાવ્યું કે સાચી કામગીરી ગૃહની અંદર પહોંચીને રાજ્યની નીતિઓ (બનાવવાની છે. માત્ર વિરોધ કરવાથી પ્રશ્નો ઉકેલાતા નથી, પરંતુ ગૃહમાં રહીને જનતાના હિતમાં કાયદા અને પોલિસી બનાવવી એ જ જનપ્રતિનિધિનું મુખ્ય કાર્ય છે. ધારાસભ્ય તરીકે ગૃહમાં રહીને પ્રશ્નોનો ઉકેલ લાવવો એ વધારે અસરકારક અને જવાબદારીભર્યું કામ છે.
હાર્દિક પટેલે ગૃહમાં એ વાત પર ભાર મૂક્્યો હતો કે આંદોલનકારી તરીકે રસ્તા પર ઉતરવું એ લોકશાહીનો એક ભાગ હોઈ શકે, પરંતુ જ્યારે તમે લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવો છો, ત્યારે તમારી પ્રાથમિકતા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકાર સાથે મળીને મજબૂત પોલિસી બનાવવાની હોવી જાઈએ