રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર–રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ દ્વારા રવિવારે અમરેલીની ડેફ એન્ડ મ્યૂટ સ્કૂલ ખાતે રોટરી યુથ લીડરશીપ એવોર્ડ (RYLA) કાર્યક્રમ યોજાયો હતો. ૫૪ યુવા પ્રતિભાગીઓએ અલગ અલગ ટીમોમાં વહેંચાઈને “Explroe, Lead, Exchange” થીમ હેઠળ દિવસભર નેતૃત્વ, ટીમવર્ક અને સાંસ્કૃતિક અભ્યાસ સાથે રોમાંચક પ્રવૃત્તિનો આનંદ માણ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા ઇમર્જન્સી રિસ્પોન્સ તથા ફર્સ્ટ એઇડ ડેમો, ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્‌ટી અવેરનેસ, બાબુભાઈ ડાભી દ્વારા સાપ વિષયક
જાગૃતિ તથા પ્રકારોની માહિતી, સેંસેઈ પાર્થે કમોથી દ્વારા જુડો અને કરાટેનું પ્રદર્શન તથા કેવલ મહેતા દ્વારા “Why Youth Leadership Matters” વિષય પર સત્ર યોજાયા હતા. રોટરી યુથ એક્સચેન્જ (RYE) વિશે માહિતી આપવામાં આવી હતી. બિંગો, એડ-મેડ શો, ગ્રુપ ડિસ્કશન, ગ્રુપ સ્કિટ, ગ્રુપ પ્રેઝન્ટેશન અને સ્થળ પર આધારિત ક્લૂઝ સાથે ટ્રેઝર હંટ જેવા રમૂજી રમતોનું આયોજન થયું હતું.