રોટરી કલબ ઓફ અમરેલી ગીર દ્વારા રોટરેક્ટ કલબ ઓફ અમરેલી ગીરના સહયોગથી અમરેલી શહેરની વિવિધ શાળાઓમાં વિશાળ સ્તરે આંખની તપાસ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અમરેલીની ૧૩થી વધુ શાળાઓમાં કુલ ૫,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં નજરની ખામી (નંબર) સહિતની વિવિધ સમસ્યાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને ૮૫૦થી વધુ નિઃશુલ્ક ચશ્મા (નંબરના ગ્લાસ) વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોજેક્ટમાં દિવાળિબેન ટ્રસ્ટ – બારડોલી તથા રોટરી આઈ હોસ્પિટલ – નવસારીનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં આંખના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારી અને સર્વિસ અબવ સેલ્ફ ના રોટરીના આદર્શોને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવ્યા હતા.







































