રોટરી કલબ ઓફ વેરાવળ Ri District ૩૦૬૦ અને ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ ક્લબ છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય, સામાજિક, શૈક્ષણિક તેમજ પર્યાવરણ સંબંધિત સેવા આપે છે. આ સંસ્થાના વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૬૫મો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ વેરાવળનાં હોલ ખાતે તાજેતરમાં યોજાયો હતો. જેમાં પ્રમુખપદે રોટેરિયન ડો. ઈશ્વર ગોડસે, સેક્રેટરી પદે રોટેરિયન રાજેશ જયસવાલ અને બોર્ડ મેમ્બરની શપથ સાથે નિયુક્તિ થયેલ છે. આ સાથે નવા ૧૦ સભ્યોને આવકારી ક્લબમાં જોડયા હતા. તેમજ ઇનર વ્હીલ ક્લબ ઓફ વેરાવળનાં વર્ષ ૨૦૨૫-૨૬ નાં પ્રમુખ પદે ઇનર વ્હીલ નિર્મળાબેન ડોડીયા અને સેક્રેટરી પદે ઇનર વ્હીલ અનિતાબેન ભાનુશાળીની શપથ સાથે નિયુક્તિ થયેલ છે. આ કાર્યક્રમમાં ઈન્સ્ટોલિંગ ઓફિસર તરીકે પી ડી સી ઇનર વ્હીલ સુરક્ષા બાથલા, રોટરી ક્લબ ઓફ વેરાવળના પાસ્ટ પ્રેસિડેન્ટ જનકભાઈ સોમૈયા, ગિરીશભાઈ ઠક્કર, પૂર્વ એ જી રોટ. અમરીશ રાજ્યગુરુ, અન્ય હોદ્દેદારો સહિત પૂર્વ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કિશનભાઇ, વેરાવળ વી.એમ.સી.બી. બેન્કના ડાયરેક્ટર ડો. દોમડિયા, વી.પી.સી. બી. બેન્કના પૂર્વ ચેરમેન અશોકભાઈ ગદ્દા, બરોડા બેન્કના મેનેજર, સીટી પીઆઈ ગોસ્વામી સહિત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.