અમરેલી જિલ્લામાં ગેરકાયદે રેતીનું ખનન થઇ રહ્યું હોય, જેની સામે ભૂતકાળમાં ગ્રામ પંચાયતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ છતાં રેતમાફિયાઓને પોલીસ કે ખાણખનીજ વિભાગનો કોઇપણ જાતનો ડર ન હોય તેમ બેરોકટોક રેતી ખનન કરી રહ્યા છે. જેમાં ધારીના આંબરડી-ભરડ જૂથ ગ્રામ પંચાયત દ્વારા રેતી ખનન મામલે કલેક્ટર, એસ.પી., સાંસદ સહિતનાઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે, અમારા ગામે મોટાપાયે ખનીજ ચોરી થતી હોય તેને તાત્કાલિક અટકાવવામાં આવે અને ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી થાય તેવી અંતમાં માંગ કરી હતી.