રાજુલામાં રીસામણે રહેતી પત્નિએ સાથે જવાની ના પાડતા પતિએ તેને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જયાબેન બાબુભાઇ સોરઠીયા (ઉ.વ. ૩૪)એ પતિ બાબુભાઇ જીવાભાઇ સોરઠીયા (ઉ.વ. ૩૩) સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પતિ અવારનવાર ઝઘડા કરી મારપીટ કરતો હોવાથી જયાબેન છેલ્લા આઠ દિવસથી રાજુલા ખાતે પોતાના પિયરમાં રહેતા હતા. દરમિયાન, પતિ તેમને તેડવા આવ્યા હતા, પરંતુ જયાબેને સાથે જવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ લાકડી વડે તેમને માર માર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ. બાંભણીયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.