એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં શર્ટલેસ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેનો એક ફોટો રાહુલ ગાંધી સાથે સામે આવ્યો છે. હકીકતમાં, યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પછી, ભાજપના નેતા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જ તેમણે રાહુલ ગાંધી સાથે વિરોધ પ્રદર્શનના આયોજકનો ફોટો શેર કર્યો હતો. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, નરસિંહ યાદવે આજે એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં શર્ટલેસ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, અને રાહુલ ગાંધી સાથેનો તેમનો ફોટો સામે આવ્યો છે. આ ફોટો ભારત જાડો યાત્રાનો હોય તેવું લાગે છે.
પત્રકાર પરિષદ દરમિયાન, સંબિત પાત્રાએ કહ્યું, “રાહુલ ગાંધીના કહેવા પર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ આજે જે કર્યું તેનાથી ભારતના યુવાનોમાં, ખાસ કરીને ય્ીહ-ઢ સભ્યોમાં ગુસ્સો છે. દિલ્હીના ભારત મંડપમમાં એઆઇ સમિટ ચાલી રહી છે, જ્યાં ચાર યુવા કોંગ્રેસના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યકરોએ નોંધણી કરાવી, અંદરથી ટી-શર્ટ પહેરીને પ્રવેશ કર્યો, અને પછી અંદર ટોપલેસ વિરોધ પ્રદર્શન કર્યું.”
સંબિત પાત્રાએ કહ્યું, “આ કાવતરું રાહુલ ગાંધીના નિવાસસ્થાને, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં રચવામાં આવ્યું હતું. આ એક પ્રયોગ છે, સંયોગ નથી. ભારતના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતની છબી ખરાબ કરવાનો આ પ્રયાસ છે. એક કાર્યક્રમમાં જ્યાં વિશ્વ નેતાઓ એઆઇ સમિટમાં હાજર છે અને ભારતની પ્રશંસા કરી રહ્યા છે, આ ઘોર દેશદ્રોહીઓએ ઉજવણીમાં વિક્ષેપ પાડવાનો નિર્ણય કર્યો.”
તેમણે વધુમાં કહ્યું, “ઓપરેશન સિંદૂરની સફળતા પર સવાલ ઉઠાવવાની વાત હોય કે હવાઈ હુમલાની, રાહુલ ગાંધી સારી રીતે જાણે છે કે પાકિસ્તાનની પ્રશંસા કેવી રીતે કરવી અને ભારતનું અપમાન કેવી રીતે કરવું. જા આનો અર્થ રાજદ્રોહ છે, તો તમે તેને બીજું શું કહી શકો?” મારી પાસે કોંગ્રેસ પાર્ટી માટે ફક્ત ત્રણ શબ્દો છેઃ અર્ધનગ્ન, મગજહીન અને બેશરમ! કોંગ્રેસ પાર્ટીને એ સમજવાની પણ સમજ નથી કે ચાલી રહેલ છૈં સમિટ ભાજપ સમિટ નથી, કે તે ભાજપની રાષ્ટ્રીય કારોબારી નથી. તે એક વૈશ્વિક છૈં સમિટ છે, અને ત્યાં પ્રદર્શનો થતા નથી.”








































