લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી મંગળવારે હરિયાણાના એડીજીપી વાય પૂરણ કુમારના પરિવારને મળ્યા. રાહુલ ગાંધીએ પરિવાર સાથે લગભગ ૫૦ મિનિટ સુધી વાત કરી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ નાયબ સૈની સરકાર પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ આ કેસમાં આરોપી અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ કોઈ પારિવારિક મામલો નથી. દલિતોને હેરાન કરવું ખોટું છે. રાહુલે કહ્યું, “હું વડા પ્રધાન અને હરિયાણાના મુખ્યમંત્રીને બંને પુત્રીઓને આપેલા વચનને પૂર્ણ કરવા અપીલ કરું છું. સરકારે આ નાટક બંધ કરવું જોઈએ.”રાહુલ ગાંધીએ કહ્યું કે ઘણા વર્ષોથી પ્રણાલીગત ભેદભાવ ચાલી રહ્યો છે. અન્ય અધિકારીઓ સતત અધિકારીઓને નબળા પાડવા અને તેમની કારકિર્દી બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે. આ ફક્ત પારિવારિક મામલો નથી. દેશમાં લાખો દલિત ભાઈ-બહેનો છે. તેમને ખોટો સંદેશ મળી રહ્યો છે. સંદેશ એ છે કે તમે ગમે તેટલા સફળ, શક્તિશાળી કે બુદ્ધિશાળી હોવ, જા તમે દલિત છો, તો તમને દબાવી શકાય છે.હું કેન્દ્ર અને હરિયાણા સરકારોને કાર્યવાહી કરવા વિનંતી કરું છું. અધિકારી સામે કાર્યવાહી કરો અને પરિવાર પરનું દબાણ ઓછું કરો.” શું કાર્યવાહી કરવી જાઈએ તે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું, “આવા આરોપી અધિકારીઓની ધરપકડ થવી જાઈએ.” પીડિત પરિવાર સાથેની તેમની વાતચીત અને તેમની માંગણીઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું, “તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. તેમની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી, અને હવે તેમના પરિવારનું સન્માન શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત થવું જાઈએ. પરિવારની માંગણીઓ એકદમ વાજબી છે. આ ફક્ત એક પરિવાર વિશે નથી; તે સમગ્ર દલિત સમુદાયની ચિંતા કરે છે.એરપોર્ટ પહોંચ્યા બાદ, રાહુલ ગાંધી સવારે ૧૧ઃ૦૮ વાગ્યે પૂરણ કુમારના નિવાસસ્થાને પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીની સાથે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર હુડા, સાંસદ દીપેન્દ્ર હુડા, કુમારી શેલજા, હરિયાણા કોંગ્રેસના વિપક્ષના નેતા રાવ નરેન્દ્ર અને એઆઈસીસી સભ્ય ચેતન ચૌહાણ પણ હતા. આ મુલાકાત પૂરણ કુમારના કથિત આત્મહત્યા કેસ અંગે હરિયાણા સરકારની ટીકા વચ્ચે આવી છે. ૨૦૦૧ બેચના આઇપીએસ અધિકારીએ ૭ ઓક્ટોબરના રોજ કથિત રીતે પોતાને ગોળી મારી લીધી હતી.કુમાર દ્વારા લખાયેલી આઠ પાનાની અંતિમ નોંધમાં હરિયાણાના ડીજીપી શત્રુÎન કપૂર સહિત આઠ વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આરોપો વચ્ચે રોહતકના એસપી નરેન્દ્ર બિજરનિયાની પણ બદલી કરવામાં આવી છે. નોંધમાં જાતિ ભેદભાવ, માનસિક ઉત્પીડન અને જાહેર અપમાન સહિતના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. મૃતક આઇપીએસ અધિકારીની પત્નીએ માંગ કરી છે કે શત્રુÎન કપૂર અને બિજરનિયાનું નામ એફઆઇઆરમાં દાખલ કરવામાં આવે. પૂરણ કુમારે ૭  ઓક્ટોબરના  રોજ આત્મહત્યા કરી હતી. આઠ દિવસ પછી પણ તેમના અંતિમ સંસ્કાર હજુ સુધી થયા નથી. તેમના મૃતદેહને ચંદીગઢ પબ્લિક હેલ્થ ઇન્સીટ્યૂટ ખાતે રાખવામાં આવ્યો છે. હરિયાણા સરકારે ડીજીપીને લાંબી રજા પર મોકલી દીધા છે. હરિયાણા સરકારે ડીજીપીનો વધારાનો હવાલો વરિષ્ઠ આઇપીએસ અધિકારી ઓમ પ્રકાશ સિંહને સોંપ્યો છે.ચંદીગઢ પોલીસે મૃત આઇપીએસ પૂરણ કુમારની આઇએએસ પત્ની અમનીત પૂરણ કુમારને નોટિસ મોકલી છે. નોટિસમાં, ચંદીગઢ પોલીસે અમનીત પૂરણ કુમાર પાસેથી તેમના મૃત પતિનું લેપટોપ માંગ્યું છે. ચંદીગઢ પોલીસના જણાવ્યા અનુસાર,પૂરણ કુમારનું લેપટોપ તેમના મૃત્યુ સાથે સંકળાયેલા મુખ્ય પુરાવા છે. હકીકતમાં, ચંદીગઢ પોલીસ  પૂરણ કુમારની સુસાઇડ નોટની સત્યતા ચકાસવા માટે લેપટોપને  સીએફએસએલ  લેબમાં મોકલશે, જેથી ખાતરી કરી  શકાય કે તે પૂરણ કુમારે પોતે તેમના લેપટોપનો ઉપયોગ કરીને લખી હતી. આ એ જ લેપટોપ છે જેના પર પૂરણ કુમારની સુસાઇડ નોટ ડ્રાફ્ટ  સ્વરૂપમાં  સાચવવામાં  આવી હતી. ચંદીગઢ પોલીસ પૂરણ કુમારના લેપટોપ દ્વારા એ પણ જાણવા માંગે છે કે પૂરણ કુમારે આત્મહત્યા કરતા પહેલા કેટલા લોકોને  સુસાઇડ નોટ ઇમેઇલ કરી હતી અને તેમણે સુસાઇડ નોટ ઇમેઇલ દ્વારા કયા લોકોને મોકલી હતી.