રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. આ માહિતી રાષ્ટ્રપતિ ભવને આપી હતી. રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર એકસ હેન્ડલે પણ બંનેના ફોટા શેર કર્યા છે, જેમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ સાથે બેઠા હતા. જાકે, રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદી વચ્ચેની આ મુલાકાતનો હેતુ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.રાષ્ટ્રપતિ ભવને શેર કરેલા ફોટામાંથી એકમાં, પીએમ મોદી રાષ્ટ્રપતિ મુર્મુને પુષ્પગુચ્છ અર્પણ કરતા જાવા મળે છે. બીજા ફોટામાં, બંને હસતાં હસતાં વાત કરતા જાવા મળે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મુલાકાત ઉષ્માભરી રહી હતી.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં બહાદુરી, સમાજ સેવા, રમતગમત, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા ૨૦ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો અર્પણ કર્યા. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો મેળવનારાઓને અભિનંદન આપ્યા.રાષ્ટ્રપતિએ કહ્યું કે પુરસ્કાર વિજેતા બાળકોએ તેમના પરિવારો, સમુદાયો અને સમગ્ર દેશ માટે ગૌરવ લાવ્યું છે. આશા છે કે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવતા આ પુરસ્કારો દેશભરના બાળકોને પ્રેરણા આપશે.રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “કોઈ પણ રાષ્ટ્રની મહાનતા ત્યારે નક્કી થાય છે જ્યારે તેના બાળકો દેશ ભક્તિ અને ઉચ્ચ આદર્શોથી રંગાયેલા હોય છે.” વીર બાલ દિવસનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે લગભગ ૩૨૦ વર્ષ પહેલાં, ૧૦મા શીખ ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના ચાર પુત્રોએ સત્ય અને ન્યાય માટે લડતા સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.