વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી ન્યૂયોર્કમાં એક બેઠકમાં યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે સંયુક્ત પ્રયાસો પર સંમત થયા હતા. આ બેઠક વિશે માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે ઝેલેન્સકીએ આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ ભારતની પ્રશંસા કરી અને પીએમ મોદીની કિવની તાજેતરની મુલાકાતને શાંતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
વિદેશ સચિવે કહ્યું કે આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને રશિયા-યુક્રેન સંઘર્ષ સાથે જાડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી. ત્રણ મહિનામાં બંને નેતાઓની આ ત્રીજી મુલાકાત હતી. મિ†ીએ કહ્યું કે ઝેલેન્સકીએ પીએમ મોદીના શાંતિ પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની મુલાકાતની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે બંને પક્ષોએ સ્વીકાર્યું કે દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે. તેઓ ભવિષ્યમાં ગાઢ સંપર્ક જાળવવા પણ સંમત થયા હતા. પીએમ મોદીએ ઝેલેન્સ્કી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે તેમણે આ વિષય પર ઘણા દેશોના નેતાઓ સાથે વાત કરી છે અને દરેક માને છે કે યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતી જરૂરી છે. વિદેશ સચિવે કહ્યું, જા શાંતિ હશે તો ટકાઉ વિકાસ પણ શક્ય છે. યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે ભવિષ્ય કહેશે. પરંતુ તેને ખતમ કરવાના તમામ પ્રયાસો ચાલુ છે.
તેમણે કહ્યું કે મોદી અને ઝેલેન્સકી વચ્ચેની બેઠકમાં બંને પક્ષોએ એકબીજા સાથે વાતચીત વધારવા અને સહયોગને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. ઝેલેન્સકીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે નવી દિલ્હી અને કિવ સક્રિય રીતે તેમના સંબંધોને વધારી રહ્યા છે. તેમણે કહ્યું, અમારી વાતચીતનો મુખ્ય ફોકસ આંતરરાષ્ટÙીય મંચો, ખાસ કરીને સંયુક્ત રાષ્ટÙ અને જી-૨૦માં સહયોગ વધારવાનો હતો.
પીએમ મોદીએ જુલાઈમાં રશિયા અને ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતોનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો હતો. બંને નેતાઓ અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એકબીજા સાથે કામ કરવા સંમત થયા હતા.