દક્ષિણ અભિનેતા રાણા દગ્ગુબાતી હૈદરાબાદમાં જીં‌ ઓફિસમાં જાવા મળ્યા હતા. તેમને ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.રાણા દગ્ગુબત્તી શનિવારે તેલંગાણાના  હૈદરાબાદમાં એસઆઇટી ઓફિસ પહોંચ્યા હતા. મીડિયાએ અભિનેતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે વાત કરી ન હતી. તેઓ સીધા એસઆઇટી ઓફિસ ગયા. રાણા પણ એક કાગળ લઈને જાવા મળ્યા હતા.ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સ કેસના સંદર્ભમાં રાણાની પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા મહિના પહેલા, તેમને આ જ બાબતે ઈડ્ઢ ઓફિસમાં પણ જાવા મળ્યા હતા. ગેરકાયદે સટ્ટાબાજી એપ્સ કેસમાં માત્ર રાણા દગ્ગુબત્તી જ નહીં, પરંતુ ઘણા દક્ષિણ ભારતીય કલાકારોના નામ પણ સામે આવ્યા છે. આ કલાકારોમાં પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા અને લક્ષ્મી મંચુનો સમાવેશ થાય છે.તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ અહેવાલ આપ્યો હતો કે આ કલાકારો ઓનલાઈન સટ્ટાબાજી એપ્લીકેશનોને ટેકો આપતા હતા જે ગેરકાયદેસર રીતે પૈસા એકઠા કરતી હતી. સૂત્રો કહે છે કે આ પ્લેટફોર્મ્સ પર ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગાર દ્વારા કરોડો રૂપિયાના ગેરકાયદેસર નાણાં ઉભા કરવામાં આવ્યા છે. જા કે, આ સેલિબ્રિટીઓએ જણાવ્યું છે કે તેઓ સટ્ટાબાજી એપ્લીકેશનના ઉત્પાદન અથવા તે કેવી રીતે કાર્ય કરે છે તેનાથી અજાણ હતા. વધુમાં, આ પ્રખ્યાત કલાકારોએ દાવો કર્યો છે કે સટ્ટાબાજી એપ્લીકેશન પ્લેટફોર્મ પર કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે તેમનો કોઈ સંબંધ નથી.