રામનાથ??
ઈન્દ્રજીતનાં મગજમાં એકાએક બત્તી થઈ. આજે વહેલી સવારે જે ડોસાને જીપમાં બેસાડયો હતો. એ માણસ જ,ખુદ રામનાથ નહોતો ને? ઈન્દ્રજીત ચમકી ઉઠયોઃ નક્કી, તે માણસ રામનાથ હોવો જાઈએે એના હાવભાવ અને વર્તન, તેની ચાલઢાલ અને આંખોની ભાષા. તેની વાણી અને વર્તન જ ખુદ કોઈ જાસૂસ જેવુ લાગી રહ્યુ હતું.
ઈન્દ્રજીતે જીપ દોડાવી. પેલા ડોસા પાછળ. સિટીની બહાર નીકળી એણે પેલા હાઈવે ઉપર જવા યુ-ટર્ન લીધો અને જીપ રસ્તા ઉપર દોડવા લાગી. અડધી પોણી કલાક ભયંકર સ્પીડમાં ચાલતી જીપ નેશનલ હાઈવે ઉપર પહોંચી. ઈન્દ્રજીતે પેલા ડોસાને ઉતાર્યો હતો ત્યાં આવી ને ઉભો. આસપાસ નજર કરી પણ કોઈ દેખાયુ નહી. તેણે જીપ ત્યાં જ પાર્ક કરી અને પેલી ચાની કીટલી તરફ ધસી ગયો. ચા વાળો ઈન્દ્રજીતને જાઈને ઉભો થઈ ગયોઃ ‘આઈયે શાહબજી. ચાય બના દુ. મજા આયેગા’’ ‘‘નહી..નહી’’ ઈન્દ્રજીતે કહ્યુઃ ‘‘મારે પેલા ડોસાને મળવું છે. આજે સવારમાં હું એેને અહીં ઉતારીને ગયો હતો.’’
‘‘અહીંયા તો કોઈ છે નહી’’ ચા વાળો હવે મૂળ ગુજરાતી ભાષામાં બોલવા લાગ્યો. ‘‘તમારે કયા ડોસાનુંં કામ છે.?’’
‘‘અરે, પેલો બાચકાવાળો ડોસો. જેની દાઢી ચડી ગયેલી હતી. મેલા-ઘેલા કપડા હતા એ. ‘‘ઈન્દ્રજીત ગુસ્સામાં આવી બોલવા લાગ્યોઃ ‘આજ સવારે અહી તેને
ઉતાર્યો હતો.’’
‘‘ઓહ રમઝુ?’’ ચા વાળો ખટખડાટ હસી પડયોઃ ‘‘પાગલ રમઝુ? અરે, શાહબજી એનો ક્યાંય પતો નહી મળે.’’
‘‘કેમ?’’
‘‘કેમ કે એ માણસ પાગલ છે. પોતાના નીતનવા નવા નામ પાડયા કરે છે. કયારેક એમ કહે છે કે હું સૂરજગઢ રાજનો રાજા છું. કયારેક એમ કહે છે કે હું પોલીસ છું. કયારેક એમ કહે કે હું પહેલા પંજાબનો કલેક્ટર હતો. તો કયારેક એમ કહે છે કે હું ફિલ્મનો હીરો હતો. પણ સાચુ કહુ સાહેબજી ? એનુ ચસકી ગયેલું છે. એ કંઈનું કંઈ બાફયા કરે છે. કોઈ વાહનવાળા ભટકાઈ જાય તો એના વાહનમાં બેસી કયાનો કયાંય ભાગી જાય છે. અને વળી પાછો બીજે દિવસે ફોરેસ્ટ વિભાગના દરવાજા ઠેકીને અંદરથી મળી આવે છે. એટલે, એનુ ખાતુ એવુ છે. પણ હવે એને ગોતતા નહી. એ રમઝુ તમને કયાંય મળશે નહી’’
‘‘રમઝુ?’’ ઈન્દ્રજીતે તેને પૂછયુંઃ ‘‘તેનુ નામ રમઝુ છે.?’’ ‘‘હા, એ વરસો પહેલા અહી ફોરેસ્ટમાં દાડિયે જતો હતો એવું બધાનુ કહેવુ છે. એ મૂળ તો ઈન્દોરનો છે. ત્યારે તો આ હાઈવે પણ નહતો અને આ બધુ તો સુમસામ હતુ. એ એની પહેલાનો અહીંયા જ પડયો પાથર્યો રહે છે. આ મારી હોટલને તો આઠ વર્ષ જેવુ થયુ. બાકી, બીજી બધી દુકાનો તો હજી પાંચ વર્ષ પહેલા બની છે. પણ એ તો વર્ષો પહેલા એમ.પી.માંથી આવેલો છે. પછી પાછો ભાગી ગયો હતો. વળી પાછો આવ્યો છે. વરસ દાડાથી………..’’
‘‘ઠીક છે, એ આવે એટલે મને જાણ કરજા’’ કહી ઈન્દ્રજીતે ગાડી પાછી વાળી. પણ પેલી ડૂચો વાળેલી ચિઠ્ઠીએ એને મનોમન વધુને વધુ સંકજામાં લઈ લીધો હતો.
ઈન્દ્રજીત તેના અધિકારી ચૌધરી સાહેબને મળીને ઘરે પાછો આવ્યો ત્યારે સૂર્ય આથમી ગયો હતો. વાતાવરણમાં ઠંડક હતી. આખા દિવસની રઝળપાટ અને પેટ સાવ ખાલી હોવાથી ભૂખ પણ ખૂબ લાગી હતી. એ ઘરે પાછો આવ્યો ત્યારે અનિતા એકલી જ હતી. ઈન્દ્રજીતના આગમનથી બેખબર અનિતા કોઈ વિચારમાં ખોવાઈ જઈને માથુ ઓળી રહી હતી. ઈન્દ્રજીત ચોરીછુપીથી પાછળ આવીને ઉભો રહી ગયો એની ખબર અનિતા કયાં હતી? વિચારમાં ડૂબેલી, ઉદાસ અનિતા કદાચ પોતાના મામા, મામી કે પછી અન્ય વિચારોમાં ખોવાઈ ગઈ હતી. ‘અનિતા..’’ કરતો ઈન્દ્રજીત પાછળ આવીને ઉભો રહ્યો. અનિતા ચોંકી જઈને દુર ભાગવા ગઈ કે ઈન્દ્રજીતે સલુકાઈથી તેનો હાથ વહાલથી પકડયો. અનિતાના હાથમાંથી દાંતિયો પડી ગયો. અનિતા થરથર ધ્રુજી રહી હતી કે ઈન્દ્રજીતે તેને નજીક ખેંચી. ઈન્દ્રજીતના ગરમ ગરમ શ્વાસોશ્વાસ અનિતાના ગળાને જાણે સ્પર્શ્યા.
‘‘નહી સાહેબ.’’ અનિતા દુર હટી ગઈ. અને ધ્રુજતા સ્વરે બોલીઃ ‘‘દીદી અને બા ઘરમાંથી નથી. એ આવી જાય તો મારે માટે ધરતીમાં સમાઈ જવા સિવાય બીજુ કશું ય બચે નહી. ’’ એટલે મને મૂકી દો.’’
જવાબમાં ઈન્દ્રજીતે તેનો હાથ છોડી દીધો. અનિતા રસોડોમાં જઈ ઈન્દ્રજીત માટે પાણી ભરી આવી અને પછી સ્હેજ Âસ્મત કરીને પૂછયુંઃ ‘‘ચા બનાવુંને સાહેબ?’’
જવાબમાં ઈન્દ્રજીત આ છોકરીને તાકી રહ્યો હતો. મનોમન તેની મજબૂરી ઉપર દયા આવી અને પોતાની ઉપર ગુસ્સો ચડી ગયો. પોતાના ઉપર ભરોસો રાખીને આ છોકરી છેક અહીં ઘર સુધી આવી હતી અને હવે, ઘરમાં બા કે
આભાર – નિહારીકા રવિયા ભાભીની ગેરહાજરીમાં કદાચ બેહુદુ કે પછી અનિતાને પસંદ ન હોય તેવું વર્તન કરી બેસે અને છતા પણ અનિતા એને સહજતાથી માફ કરી દે છે. એનો મતલબ પોતે ગુન્હેગાર હોવા છતા અનિતા એને માફી બક્ષી રહી છે. એનુ કારણ પોતાની ઉપર હજી પણ રહેલા અતૂટ ભરોસા અને વિશ્વાસ જ છે. એ અનિતા સામે સાફ દ્રષ્ટિથી તાકી રહ્યો. અનિતાએ હસીને ફરીવાર કહ્યુંઃ ‘‘ચા બનાવુ?’’ થાકોડો ઉતરી જશે!’’
અનિતાની એકદમ પ્રેમાળ લાગણીથી પોતે ભીંજાઈ ગયો. આ કદાચ એક પ્રિયજનના શબ્દ જ હોવા જાઈએ. એટલે કે એનો અર્થઃ અનિતા પોતાને પણ સન્માન આપે છે. એક મિત્ર માને છે કે પછી એનાથી આગળ પણ કંઈક વિશેષ માને છે!? એણે હકારમાં માથુ ધુણાવ્યુંઃ ‘‘હા, અનુ…..સરસ મજાની ચા બનાવ. પણ પહેલા એમ કહે કે બા અને ભાભી ગયા છે કયા?’’
‘‘અહિયા જ,કોલોનીના દવાખાને.’’ અનિતાએ તપેલીમાં એકલું દૂધ રેડતા કહ્યુંઃ ‘બાને પેટમાં ગડબડ જેવું હતું એટલે દીદી તેમને દવાખાને લઈ ગયા છે. હવે આવતા જ હશે.”
તપેલીમાં ઉકળી રહેલા દૂધમાં ચા, ખાંડ અને મસાલો ઉમેરતા અનિતાએ કહ્યું અને પછી રસોડાના દરવાજે હાથ ટેકવીને ઉભી રહી. સામે જ ખુરશીમાં બેઠેલો ઈન્દ્ર તેને પ્રેમભરી નજરે તાકી રહ્યો. બન્નેના હૈયા ધડકી ઉઠયા. અનિતા, ઈન્દ્રજીતની આંખોનો તાપ કદાચ જીરવી ન શકી એટલે મીઠું હસીને ગેસ પાસે ચાલી ગઈ. ત્યાં જ બહારથી રાજેશ્વરીનો અવાજ સંભળાયો ‘‘અનિતા..તા.” (ક્રમશઃ)