ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકોને થયેલા ભારે નુકસાન સામે રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા ૧૦,૦૦૦ કરોડનું વિશાળ રાહત પેકેજ જાહેર કર્યું છે. વિપુલભાઈ દુધાતે આ પેકેજને આવકાર આપ્યો હતો. સરકારે વધુમાં રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોને તાત્કાલિક નાણાકીય રાહત મળી રહે તે હેતુથી આ ખરીદી રવિવાર, તારીખ ૯ નવેમ્બરથી શરૂ થશે.