નવસારી ખાતે ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલ ‘ખેલ મહાકુંભ’ રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં અમરેલીના ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની બહેનોની ટીમે સુવર્ણ પદક જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઓપન એજ કેટેગરીમાં DLSSના ખેલાડીઓએ ફાઈનલ સુધી શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. વિજેતા ટીમમાં ઋષિતા સોલંકી, મીના વેગડ, ક્રિષ્ના પરમાર અને અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા અને મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા સહિતના ટ્રસ્ટીઓએ ખેલાડીઓ તેમજ કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર્સને અભિનંદન પાઠવ્યા છે. વિદ્યાસભાના ખેલાડીઓની આ સિદ્ધિએ સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ રાજ્ય કક્ષાએ વધાર્યું છે.









































