અમરેલીના ધારાસભ્ય અને રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે સરકારી વસાહત-અમરેલી સ્થિત સુખનિવાસ કોલોની ખાતે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અંદાજે રૂ. ૬૫ લાખના ખર્ચે પ્રાથમિક શાળાનું અદ્યતન બિલ્ડિંગ આકાર પામશે. બાળકોને શિક્ષણ માટે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. ઉપરાંત અમરેલી સ્થિત ભોજલપરા ખાતે અંદાજે રૂ. ૬૮ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવા અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં સ્માર્ટ ક્લાસ રૂમ સહિતના વિવિધ ક્લાસરૂમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મુલાકાત લીધી હતી અને સુવિધાઓ નિહાળી હતી.










































