રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમરેલી જિલ્લા સહિતના
કૃષિ સંલગ્ન અધિકારી અને કર્મચારીઓને પ્રાકૃતિક કૃષિ અભિયાનને તેજીથી આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યુ હતું. રાજયપાલે પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની છણાવટ કરતા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત કરાવવા અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે જરૂરી માર્કેટ મળી રહે તે સંદર્ભે પણ સૂચના આપી હતી. પ્રાકૃતિક કૃષિના અભિયાનને આગળ વધારવામાં સહભાગી બનેલા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.