સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે શિવાંગી દેસાઈને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. મુળ પીઠવાજાળના વતની અને હાલ વડોદરા રહેતા મુકેશભાઈ દેસાઈની પુત્રી શિવાંગી દેસાઈએ રેડિયોલોજિસ્ટની પદવીમાં સર્વોચ્ચ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. શિવાંગીની દેસાઈની આ સિદ્ધિથી પરિવારની સાથે ગામનું નામ પણ રોશન થયું છે.