અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારીમાં અમરેલી જિલ્લાના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. આજે ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામ, સી.કે. પટેલ વિદ્યા સંકુલ, ઉમાધામ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લાના હોદ્દેદારો મનીષભાઈ સિદ્ધપરા, રામભાઈ કેશવાલા, ભરતભાઈ મકવાણા, હરેશભાઈ પુરોહિત, કિશોરભાઈ વરુ, આપાભાઈ માંજરીયા, યોગેશભાઈ પરમાર, સુમિત્રાબેન બખથડિયા, રમીલાબેન પટેલ, મનીષભાઈ અગ્રાવત વિગેરે હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ રાજ્ય કારોબારીમાં સમગ્ર રાજ્યમાંથી વિશાળ સંખ્યામાં હોદ્દેદાર ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.





































