ગુજરાત રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ રાજુલામાં આવેલી પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરની મંગલમ વાડી ખાતે પધાર્યા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરએ નીતિન પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નિતીન પટેલે અંબરીશ ડેરની વાડી ખાતે પોતે ગુજરાત સરકારમાં વિવિધ સ્થાન પર સેવા બજાવેલ તે બાબતે તેમના અનુભવો અંગે ચર્ચા કરી હતી.