રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ અને દીવમાં રેડ એલર્ટની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તેની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.આ ઉપરાંત રાજ્યના ૧૨ જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, દાહોદ અને વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત રાજ્યના ૮ જિલ્લાઓમાં હવામાન વિભાગનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર અને મોરબીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ગુજરાત પર મોનસૂન ટ્રફ રેખા પસાર થતી હોવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ  સિસ્ટમના લીધે આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ૧૯,૨૦ અને ૨૧ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે અને દક્ષિણ ગુજરાતમાં ૨૦થી ૨૧ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે.  ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ જાવા મળી શકે છે.ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા વરસાદના આંકડા મુજબ ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે છ વાગ્યાથી ૧૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં રાજ્યના ૮૨ તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેમા સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યા હતો. જિલ્લાના મોટાભાગના તાલુકામાં રાજ્યનો સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.