ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યદેવતાએ આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ ૧૪થી ૧૮ માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાવા મળી શકે છે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સ્થિતિ ની મુખ્ય અસર કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં જાવા મળી શકે છે. તેથી ખેડૂતો અને સામાન્ય લોકોને બદલાતા વાતાવરણને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે, જેના કારણે ગરમી વચ્ચે થોડો રાહતનો અહેસાસ થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ૧૬ માર્ચથી એપ્રિલ મહિનાની શરૂઆત સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્્યતા પણ નકારી શકાય નહીં. ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે.
રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જાવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ રાજકોટમાં ૪૨ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદ, દીવ, વડોદરા, ડીસા અને ભૂજમાં પણ તાપમાન ૪૧ ડિગ્રીને પાર નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન ઓછું હોવા છતાં ભેજના કારણે લોકો બફારાથી પરેશાન છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં બેવડું વાતાવરણ જાવા મળી રહ્યું છે. તેમની આગાહી મુજબ ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન ૩૬થી ૪૧ ડિગ્રી રહેશે, જ્યારે માર્ચ અને એપ્રિલમાં ગરમી હજુ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. પશ્ચિમી વિક્ષેપના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે.
વાદળો આવવાના કારણે જીરા જેવા રવિ પાકમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે, તેથી ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા અનિવાર્ય છે. બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર સર્જાવાને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ આવી શકે છે, જેની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા અને કરા પડવાની પણ શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડા. એ.કે. દાસના જણાવ્યા મુજબ, આગામી ૩ દિવસ સુધી ગરમીનું જાર યથાવત રહેશે. આ માટે વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, વડોદરા, ભરૂચ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગ મુજબ, આગામી ૩ દિવસ સુધી અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પારો ૪૧-૪૨ ડિગ્રીની આસપાસ જ રહેશે. જાકે, ત્યારબાદ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની શક્્યતા છે, જેનાથી નાગરિકોને ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. ત્યાં સુધી આકાશ ખુલ્લું રહેશે અને કાળઝાળ તડકો પડવાનું ચાલુ રહેશે. ગરમી અને હીટવેવથી બચવા માટે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું હિતાવહ છે.








































