રાજુલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો દ્વારા કીર્તન આરાધના, આરતી અને ખીચડી ઉત્સવ મહાપ્રસાદનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં સંતો, શહેરના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજુલા નગર પાલિકાના કારોબારી ચેરમેન હેમલભાઈ વસોયા અને તેમના પરિવાર દ્વારા ખીચડી ઉત્સવ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અંદાજિત ૧૨૦૦થી પણ વધારે લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સાધુ વિનમ્રમુનિદાસ, સાધુ ગુણાતીતજીવનદાસ, સાધુ કમલનયનદાસ અને સાધુ પ્રશાંતમુનીદાસ ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગીપુરુષદાસ સ્વામી, નારાયણ સેવક દાસ સ્વામી તથા રાજુલા બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.