રાજુલામાં મકરસંક્રાંતિના પવિત્ર પર્વે છગનભાઈ કલસરિયાના અધ્યક્ષસ્થાને શ્રી પાંચાળી આહીર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે દિલીપભાઈ જીંજાળા બીજીવાર બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ઉપરાંત, ઉપપ્રમુખ તરીકે ભીખાભાઈ નકુમ અને છગનભાઈ બલદાણીયા, મંત્રી તરીકે ભરતભાઈ કાતરીયા તથા સહ-મંત્રી તરીકે બળવંતભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે. આ નવનિયુક્ત ટીમને સમાજના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.