રાજુલા શહેરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં રાજુલાના મુખ્ય માર્ગો પર ૨૩ જેટલી મટકીઓ ફોડવામાં આવી હતી.
ચા પાણી, નાસ્તો, સુકી ભાજી, ચોખા ઘીનો શીરો જેવા અવનવા સ્ટોલો રાખવામાં આવ્યા હતા. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઉપÂસ્થત રહ્યાં હતા. માધવ ગ્રુપ વર્ષોથી મટકી ફોડાવવા કાનુડાને ઉપર સુધી લઈ જઈ મટકી ફોડાવવામાં વર્ષોથી સેવા આપે છે. સ્વામિનારાયણ મંદિર થી હઠીલા હનુમાનજી મંદિર સુધી જન્માષ્ટમીની વિરાટ મહારેલી નીકળી હતી.