રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ બિનહરીફ થવા પામી હતી. વેપારી પેનલ ના ૪, ખરીદ વેચાણ સંઘ વિભાગના ૨ અને ખેડૂત વિભાગમાં ૧૦ એમ મળી નવનિયુકત ૧૬ બેઠક ઉપર ડિરેક્ટરોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. મોડી સાંજે માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગુજરાત રાજ્ય ખરીદ વેચાણ સંઘ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પેનલ બિનહરીફ જાહેર થતા ફટાકડા ફોડી ખુશી મનાવી હતી.









































