અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મધ્ય પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસની વિગત મુજબ, ફરિયાદી સાથે જાનવી નામની મહિલાએ સંપર્ક કરી શેરબજારમાં રોકાણની ટિપ્સ આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ રોકાણમાં થયેલ નુકસાન રિકવર કરાવવાના બહાને અભિષેક શર્મા નામના વ્યક્તિએ ફરિયાદીનું ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ બનાવડાવી ઊઇ કોડ મોકલ્યો હતો. ફરિયાદી પાસેથી ગુગલ પે ેંઁં દ્વારા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ.૭૫,૮૦૦ ની રકમ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. સઘન તપાસના અંતે રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે આ ગુનામાં સંડોવાયેલા આરોપી અંશુમન કમલેશકુમાર તંવર (રહે. ઇન્દોર, મધ્ય પ્રદેશ) ને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્‌યો છે.