ઉત્તરાયણ પર્વ બાદ નેચર કલબ દ્વારા ‘અબોલ પક્ષી બચાવો’ અભિયાન અંતર્ગત ૨૦ કિલોથી વધુ ઘાતક ચાઈનીઝ દોરીનો નાશ કરવામાં આવ્યો હતો. ક્લબના પ્રમુખ વિપુલભાઈ લહેરી અને પક્ષીપ્રેમી ચિરાગભાઈ જોષીની આગેવાનીમાં શહેરના
વૃક્ષો, થાંભલા અને રોડ પરથી જોખમી દોરીઓ એકઠી કરાઈ હતી. છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત આ સંસ્થા સાથે બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા. ચિરાગભાઈએ લોકોને ચાઈનીઝ દોરીનો બહિષ્કાર કરી પક્ષીઓના જીવ બચાવવા અને જાગૃતિ કેળવવા ખાસ અપીલ કરી હતી.