રાજુલા તાલુકાના હિંડોરણા-બારપટોળી રોડ કાંઠે આવેલ ભુતડા દાદાની જગ્યાએ મહંત ભક્તિરામબાપુ છેલ્લા ચાર વર્ષથી માનવસેવા અને પર્યાવરણ સંરક્ષણનું કાર્ય કરી રહ્યા છે. રાહદારીઓને પાણી માટે ૧૧ મોટી માટીની નાંદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નાંદની દરરોજ સાફ-સફાઈ કરીને તાજા પાણીથી ભરવામાં આવે છે. મહુવા, ડેડાણ, ખાંભા અને નાગેશ્રી સહિતના માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ આ પાણીનો લાભ લે છે.










































