રાજુલા તાલુકામાં ફેમિલી પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓનું વિશાળ સંગઠન ઊભું થયું છે. તાજેતરમાં, ગાયત્રી શક્તિ પીઠ હોલમાં આ પેન્શન મંડળની બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમરેલી જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ રાજુભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પેન્શનરોને કાયદાકીય સમજણ આપી અને ખાતરી આપી કે કોઈપણ પ્રશ્ન હોય તો તેમને રૂબરૂ અથવા ફોન દ્વારા જણાવી શકે છે અને તેઓ તેનું નિરાકરણ લાવશે. જાફરાબાદ તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ નરેશભાઈ ચૌહાણ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં સર્વસંમતિથી મેરૂભાઈ મકવાણા પ્રમુખ, ભુપતભાઈ જોશી અને બચુભાઈ ચૌહાણ ઉપપ્રમુખ, ભણકુભાઈ ચાંદુ મંત્રી, મંગળાબેન ગોંડલીયા સહમંત્રી અને ભાયાભાઈ વાળા ખજાનચી તરીકે નિમણૂક પામ્યા હતા.