રાજુલા-જાફરાબાદ પંથકમાં ખેડૂતો અને અગરિયાઓના વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં કપાસની ખરીદી માટે સી.સી.આઈ. (ઝ્રઝ્રૈં) સેન્ટર શરૂ કરવા અને મીઠાના અગરિયાઓને થયેલા નુકસાન માટે સહાય જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. તે જ રીતે, કપાસની ખરીદી માટે પણ સી.સી.આઈ.નું સેન્ટર શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. આ અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ, સાગરભાઈ સરવૈયા સહિતના આગેવાનોએ મંત્રી વાઘાણીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.