નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં અમરેલી જિલ્લામાં પણ ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે ભાજપ દ્વારા જાફરાબાદ, રાજુલા અને ચલાલામાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં રાજુલામાં તમામ વોર્ડ માટે ૧ર૪ ઉમેદવારોએ પોતાની દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજૂ કરી છે. જયારે ચલાલામાં ૭૦થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે.