રાષ્ટ્રગીત વંદેમાતરમ્‌ ૧૫૦ વર્ષો પૂર્ણ થયા હોય ત્યારે રાજુલા એસ.ટી. ડેપોમાં આજે રાજુલા એસ.ટી. ડેપો મેનેજરના આદેશ મુજબ આ વિશેષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમ્‌ મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્વદેશી વસ્તુ અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડેપોમાં સ્વચ્છતા રાખવા બાબતે પણ શપથ લેવામાં આવ્યા હતા અને પેસેન્જરોને જ્યાં ત્યાં કચરો ના ફેંકવા બાબતે સૂચના આપવામાં આવેલી હતી. તેમજ કચેરીનો સમય સવારના ૯ઃ૩૦ થી સાંજના ૦૫.૩૦ સુધી રાખવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. સવારે ૯ઃ૩૦ કલાકે રાજુલા એસ.ટી. ડેપો ખાતે સમગ્ર સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવેલ હતું.