રાજુલા આઈ.ટી.આઈ. ખાતે આગામી તા.૧૪ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે પ્રધાનમંત્રી એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોવાયા અલ્ટ્રાટેક સિમેન્ટ (ગુજરાત સિમેન્ટ વર્કસ) દ્વારા યોજવામાં આવનાર આ એપ્રેન્ટિસશીપ ભરતી મેળામાં આઈ.ટી.આઈ. તાલીમાર્થીઓને ભાગ લેવાની તક છે. આઈ.ટી.આઈ.માંથી ફિટર, ઈલેક્ટ્રિશ્યિન, વેલ્ડર, સુઈંગ ટેકનોલોજી, વાયરમેન, પ્લમ્બર, એઓસીપી, સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, કેમિકલમાં ડિપ્લોમા એન્જિ. કે મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કેમિકલમાં બીઈ/બીટેકના અભ્યાસની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તથા ચાલુ વર્ષે પરીક્ષા આપી હોય કે પાસઆઉટ થયા હોય તેવા વિદ્યાર્થીઓ-તાલીમાર્થીઓ પણ ભાગ લઇ શકશે. ઉમેદવાર તરીકેનું રજિસ્ટ્રેશન www.apprenticeshipindia.gov. પોર્ટલ પર કરવું આવશ્યક છે.