અમરેલી જિલ્લાના રાજુલા શહેરના મુખ્ય બજારમાં થયેલી છરીબાજીના કેસમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા વોકવેલ નામની દુકાનમાં કામ કરતો એક યુવક બાઇક પર નીકળ્યો હતો. આ દરમિયાન સામાન્ય બાબતે આરોપીઓએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો કાનાભાઈ ખાંભલા અને પ્રતીક અરજણભાઈ વાળા સામે ગુનો નોંધ્યો હતો. આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી. આરોપીઓ વારંવાર પોતાનું લોકેશન બદલતા હતા. છેવટે પોલીસે રાજુલા વિસ્તારમાંથી બંનેની ધરપકડ કરી
લીધી છે.