રાજુલામાં રહેતા એક યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો હતો. બનાવ સંદર્ભે ધનજીભાઇ ભાણાભાઇ પરમાર (ઉ.વ.૪૦) એ જાહેર કર્યા મુજબ, કિરીટભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.૧૯)એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ.બાંભણીયા વધુ તપાસ કરી રહ્યા છે.