રાજુલામાં બે વર્ષ પહેલાં થયેલા મર્ડરનું મનદુઃખ રાખી એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે બંને પક્ષોએ સામસામી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. દીપ ભરતભાઈ ધાખડા (ઉ.વ. ૨૬) એ લતીફ હારૂનભાઈ કલાણીયા તથા જુબેર હારૂનભાઈ કલાણીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના મોટા ભાઈનું આજથી બે વર્ષ પહેલાં મર્ડર થયું હતું. આ ગુનામાં બંનેના નામ આરોપી તરીકે હતા.
જે વાતની અદાવત રાખીને આરોપી લતીફ કલાણીયાએ ફરિયાદીને વાંસામાં પાટુ મારી મૂઢ માર માર્યો હતો, જ્યારે અન્ય આરોપી જુબેર કલાણીયાએ તેને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.