રાજુલામાં પ્રેમસંબંધ બાદ યુવતીએ બીજા યુવક સાથે લગ્ન કરતાં તેના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે પરિણીતાએ વિક્ટર ગામે રહેતા જયદીપભાઈ અશોકભાઈ મોલાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેને એક વર્ષ પહેલા પ્રેમસંબંધ હતો. તેના લગ્ન પીપાવાવ ધામના યુવક સાથે થયા હતા. જેથી આરોપીને સારું નહીં લાગતા તેના પતિને ગાળો બોલી મારી નાખવાના ઈરાદે છરીના બે ઘા પેટના ઉપરના ભાગે મારી જીવલેણ ઈજા પહોંચાડી હતી. જે બાદ જયદીપભાઈ અશોકભાઈ મોલડીયા (ઉ.વ.૨૧)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને આરોપીના પત્ની સાથે એક વર્ષ પહેલા પ્રેમસંબંધ હતો. જેની આરોપીને ખબર પડી જતાં તેને અવારનવાર મારવાની ધમકી આપતો હતો. તેણે છરી ઉગામી ઈજા પહોંચાડી હતી. તેમજ શરીરે મુંઢમાર માર્યો હતો.