એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) પ્રોજેક્ટ, અમરેલી દ્વારા રાજુલા માર્કેટ યાર્ડ ખાતે બ્લોક ફાર્મર એડવાઈઝરી કમિટી (BFAC)ની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ વી. વસોયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ‘આત્મા’ પ્રોજેક્ટના ડાયરેક્ટર એમ.ઝેડ. જીડ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એ. ચાવડા, બ્લોક ટેક્નોલોજી મેનેજર ડી.એમ. સાવલિયા, તાલુકા પ્રોજેક્ટ મેનેજર ભાવનાબેન સોલંકી અને આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર શિવરાજભાઈ ધાખડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી તરફ વાળવા માટે માર્ગદર્શન આપવાનો હતો. આ દરમિયાન, દરેક ગામમાં વધુ ખેડૂતો આ પદ્ધતિ અપનાવે તે માટે એક સુવ્યવસ્થિત આયોજન પણ કરવામાં આવ્યું હતું.









































