રાજુલામાં પોલીસ ફરિયાદના મનદુઃખમાં ધમકી આપી હતી. બનાવ અંગે પ્રકાશભાઈ મણીલાલ સંઘવી (ઉ.વ.૬૨)એ શિવરાજ ઉર્ફે શીવો વાલાભાઇ ધાખડા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે આરોપી વિરુદ્ધ અગાઉ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે વાતનું મનદુઃખ રાખી આરોપીએ પોતાના મોબાઈલ નંબર ઉપરથી તેમને તેના મોબાઈલ નંબરના વોટ્‌સએપમાં મેસેજ કરી ગર્ભીત ધમકી આપી હતી. વોઇસ કોલ કરી જેમ ફાવે તેમ ગાળો આપી તેને તથા તેમના પરિવારના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.