રાજુલામાં તુલસી બાગ નજીક સાતેક વર્ષની મંદબુદ્ધિની દીકરી ઘરેથી નીકળી ગઇ હતી. આ દીકરી તુલસી બાગ પાસે ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા ગિરિશબાપુને ધ્યાને આવતા તેમણે યુસુફભાઈ એવન પાનવાળાને આ વાત કરીને તેને રાજુલા પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. રાજુલા પોલીસ દ્વારા ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખિયા, ઇનુસભાઇ પટેલ અને મોહસીનભાઈનો સંપર્ક કર્યો હતો અને તેમણે સમાજના સોશિયલ મીડિયા ગ્રુપમાં આ મેસેજ કરતાં બે કલાકની ભારે જહેમત બાદ આ દીકરીના વાલીનો સંપર્ક થયો હતો. આ દીકરીના વાલી પોલીસ સ્ટેશન આવેલ અને તેને પરિવારને સોંપી હતી.