રાજુલા પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. પીઆઈ એ. ડી. ચાવડાનો વિદાય સમારંભ અને નવનિયુક્ત પીઆઈ વી.એમ.કોલાદરાનો આવકાર સમારંભ યોજાયો હતો. ​કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પોલીસ સ્ટાફ અને અગ્રણીઓ દ્વારા વિદાય લઈ રહેલા એ.ડી.ચાવડાની પ્રશંસનીય કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સાથે જ, નવા પીઆઈ વી.એમ. કોલાદરાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા.