રાજુલામાં રહેતી એક પરિણીતાને પડોશીએ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે શારદાબેન રાજુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૮)એ ગોપાલભાઈ જીવરાજભાઈ બેરડીયા તથા નાનજીભાઈ જીવરાજભાઈ બેરડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ તેના પડોશી છે. તેમને ખોટી રીતે સંભળામણી કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. એસ. બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.