રાજુલામાં નવનાત વણિક સમાજનો દ્વિતીય સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભોજન સમારોહ ઉત્સાહભેર આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ઉપસ્થિત માનવંતા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવક મંડળના પ્રમુખ પિયુષભાઈ મહેતા તથા તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. મહિલા મંડળના પ્રમુખ જીઆબેન શેઠ તથા તેમની ટીમ દ્વારા દેશભક્તિ અને ધાર્મિક ભાવનાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, ડ્ઢફજી ગુજરાત સૌરાષ્ટ્ર વિભાગના પ્રમુખ પરાગભાઈ શાહ, પ્રેમભાઈ ધીયા, મહુવાથી નિલેશભાઈ છાપરી સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.







































