રાજુલામાં મેઈન બજારમાં સોના-ચાંદીની દુકાન ધરાવતાં જ્વેલર્સ સામે તેની દુકાનમાં સીસીટીવી કેમેરા ન રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. બનાવ અંગે અર્જુનભાઈ રાજેશભાઈ જગડા સામે અમરેલી એસઓજીએ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એસ. બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.