રાજુલા શહેરમાં સૌપ્રથમવાર જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને આરતીથી થઈ, જેમાં માતાઓ, બહેનો અને દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉજવણીની સાથે સાથે રામાનંદ ભવનના નિર્માણ માટે વાડીની જગ્યા લઈને હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પીપાવાવ ધામના મહંત શ્રી ૧૦૦૮ મહેશબાપુ સહિત અનેક સાધુ-સંતોએ હાજરી આપી હતી અને ધર્મસભામાં સનાતન ધર્મ વિશે વક્તવ્ય આપ્યું હતું. ભવન નિર્માણ માટે અંદાજે રૂ.૧,૫૧,૦૦૦નું યોગદાન આવ્યું હતું.