જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામે છેલ્લા ચારેક વર્ષથી અનામત પોલીસ જૂથ ૨૧ ગાંધીનગરથી સંચાલિત થાય છે. અહીં એસઆરપીનો કેમ્પ મંજૂર થતા આ વિસ્તારમાં લોકો ખૂબ જ રાહત અનુભવે છે. ધારાસભ્ય, મુખ્યમંત્રી, પોલીસ વડા વગેરેની મહેનત બાદ ચાર વર્ષથી એસઆરપીનું વડુ મથક બાલાની વાવમાં કાર્યરત થયું છે. આ ચાર વર્ષમાં એસઆરપીની કામગીરી પણ નોંધનીય રહી છે. રાજુલાની એક સેવાભાવી સંસ્થાએ સામેથી જ ગામ વચ્ચે જ મોટું બિલ્ડીંગ ભાડે આપી દીધું છે. રાજુલા શહેરમાં એસઆરપીની અનેક જીપો, મોટરસાયકલ બાલાની વાવથી રાજુલા આવતી હોય છે અને શહેરના માર્ગોમાંથી પસાર થાય છે.
આથી રાજુલામાં કાયદો અને વ્યવસ્થા જળવાય છે. રાજુલાના વેપારીઓની માંગણી છે કે, એસઆરપી આવાસ માટે રાજુલામાં જગ્યા ફાળવીને આવાસ બનાવવામાં આવે.