રાજુલામાં આરોગ્ય વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી જનજાગૃતિ રેલી દ્વારા કરવામાં આવી હતી. જેમાં જનજાગૃતિ રેલી, આરોગ્ય, શિક્ષણ, કાયદાની અમલવારી અને અધિકારો બાબતે બાલિકાઓને માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા પીસી અને પીએનડીટી એક્ટ અમલમાં છે પરંતુ કાયદાની સાથોસાથ સમાજમાં જનજાગૃતિ આવે અને દીકરા દીકરીઓના ભેદભાવ દુર થાય અને દીકરીઓને સન્માન મળે તે બાબતે તાલુકા આરોગ્ય અધિકારી ડા.નિલેશ કલસરિયાએ જણાવ્યું હતું.