રાજુલામાંથી વકીલનો મોબાઈલ ચોરાયો હતો. વિંધ્યાબેન ઉર્ફે મુન્નીબેન મોહનલાલ લાલવાણી (ઉ.વ.૫૩)એ જાહેર કર્યા મુજબ, તેમણે પોતાની મોટર સાયકલના આગળના ભાગમાં મોબાઈલ મૂક્યો હતો. જે બાદ તેઓ ફૂલવાળાની દુકાને ગયા હતા, ત્યાંથી પરત ફર્યા ત્યારે ફોન જોવા મળ્યો નહોતો. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એસ. બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.