રાજુલામાં પે સેન્ટર શાળા નં. ૨ દ્વારા “સપનાઓને પાંખો અને પ્રતિભાને આકાશ” નામે ભવ્ય વાર્ષિક ઉત્સવ તથા વિશિષ્ટ પ્રતિભા સન્માન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્ય મેહુલભાઈ જાની દ્વારા ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીમિત્રોનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય આમંત્રિત મહેમાન તરીકે મયુરદાદા, સંજયભાઈ, રાહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય મેહુલભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હાર્દિકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી. નોંધનીય બાબત એ રહી કે આ વર્ષે શાળાને ૬૦ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે સમગ્ર સ્ટાફ દ્વારા શાળાના મુખ્ય દાતા અનિલભાઈ શેઠને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. તેમના યોગદાનથી ૬૦ વર્ષ પહેલા ઉભી થયેલી આ શાળા આજે એક વિશાળ વટવૃક્ષ સમાન વિકસિત થઈ છે.










































